“તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.
“જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે.
પછી યાજક ઢોરના આંતરડાં અને પગ પાણીમાં ધોઈ નાખે તેણે ઢોરના બધા અંગોને વેદી પર હોમીને યહોવાને અર્પણ કરવા. કેમકે આ દહનાર્પણ છે અને એ દહનાર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
પછી યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે, અને તેને વેદી પરના અગ્નિમાંનાં લાકડાં પર હોમી દે, આ પણ એક દહનાર્પણ છે અને એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.”